Paneer Rice - Paneer Fried Rice Recipe in Gujarati

Paneer Rice Recipe

paneer rice



સામગ્રી:
  • ૧૦૦ ગ્રામ પનીર 
  • ૧ ચમચી લાલ મરચું પાવડર 
  • ધાણાજીરું પાવડર 
  • રેડ ચિલ્લી સોસ
  • એક કપ ચોખા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બે ચમચી તેલ
  • સોયા સૉસ
  • રેડ ચીલી સૉસ
  • બે નંગ બારીક સમારેલી ડુંગળી  
  • આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ 
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર 
  • ૧ વાટકી બાસમતી ચોખા 
  • તેલ
  • એક ચમચી લીંબુ નો રસ

સ્ટેપ:

  • મેરીનટે માટે: પનીર ને એક બાઉલ માં લઇ તેમાં ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧/૨ ચમચી રેડ ચિલ્લી સોસ, ૧/૨ ચમચી ધાણાજીરું પાવડર, ૧/૨ ચમચી મીઠું નાખીને મિક્સ કરી ૧૦ મિનિટ રાખો.  
  • ચોખા ને ધોઈ ને તેને ૧૦ મિનટ જેટલા પલાળી રાખવાના,ત્યાર બાદ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું પાણી ઉકળે એટલે તેમાં મીઠું સ્વાદ અનુસાર અને ૨ ચમચી તેલ નાખવું,
  • ત્યાર બાદ પલાળેલા ચોખા નાખવા અને એક ચમચી લીંબુ નો રસ નાખવો; અને ચોખા ને મીડીયમ ફ્લેમ પર બફાવા દેવાના ધ્યાન રાખવું કે ઓવેર કૂક ના થાય દાણો છૂટો રેય એ રીતે રેડી કરવા. 
  • એક કઢાઈ લો તેમાં ૧ ચમચો તેલ લો,તેલ માં જીરું અને હિંગ નાખો. જીરું સાંતળાઈ જાય પછી તેમાં જીની સમારેલી ડુંગળી નાખો.ડુંગળી સાંતળાઈ જાય પછી તેમાં આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ નાખીને સાંતળો.ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખો.
  • હવે મેરિનેટ કરેલું પનીર નાખવું.૨ મિનિટ સેકાવા દેવું ત્યાર બાદ તેમાં 3 ચમચી રેડ ચિલ્લી સોસ, ૧ ચમચી સોયા સોસ અને ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવું.
  • હવે તેમાં બોઈલ કરેલા ચોખા ને નાખી ને મિક્સ કરો પછી ઉપર થી લીલા ધાણા નાખી ને સર્વ કરો. 



0 Comentarios