મનચાઉ સુપ રેસીપી | Manchow Soup Recipe | मनचाऊ सूप रेसिपी
સામગ્રી:
સૂપ સ્ટોક માટે:
- ૧૦૦ ગ્રામ કોબી
- ૨ ગાજર
- ૨ લીલા કાંદા
- ૫૦ ગ્રામ ફલાવર
સ્ટોક કરવાની રીત
૭ કપ પાણીમાં ઉપરના બધાં શાક નાખી ૧૦થી ૧૫ મિનિટ ઉકાળવું.
થોડી વાર રહીને શાક બધાં નીચે રહેવા દઈને ઉપરનું પાણી લઈ લેવું. સૂપ સ્ટોક તૈયાર છે.
સૂપ માટે સામગ્રી:
- ૬ કપ ઉપર તૈયાર કરેલો સ્ટોક
- ૧ ટામેટું બારીક સમારેલું
- ૫૦ ગ્રામ ફલાવર
- ૧ નાનું કેપ્સિકમ
- ૧ ગાજર,
- થોડો ફુદીનો,
- ૧૫ કળી લસણ,
- ૧ મોટો આદુનો ટુકડો
- ૨ ચમચા કોથમીર
- 3 ચમચા સયાસોસ
- ૨ ચમચા કૉર્નફલોર
- આજીનો મોટો,
- ૨ ચમચા તેલ
- મીઠું
(બધું જ શાક બારીક સમારવું.)
રીત:
એક વાસણમાં તેલ ગરમ કરવું. તેમાં લસણ, આદુ, ફુદીનો, કોથમીર તથા બધાં શાક નાખવા. પછી
આજીનો મોટો નાખી ૨થી ૩ મિનિટ ફાસ્ટ તાપે સાંતળવું ત્યાર બાદ તેમાં સ્ટોક નાખવો. પછી તેમાં
સોયાસોસ તથા મીઠું નાખવું.
કૉર્નફલોર ૧ કપ પાણીમાં ઓગાળી સૂપમાં નાખવું. થોડી વાર ઉકાળવું. ચીલીસોસ તથા સોયાસોસ અને ચીલી વિનેગર નિખી થોડી વાર ઉકાળવું, હવે સૂપમાં તૈયાર છે.
હવે સૂપ ને ગરમ ગરમ સર્વ કરો
Veg Manchurian Recipe in Gujarati | Manchurian Recipe
મંચુરિયન બોલ માટે સામગ્રી:
- 1 કપ છીણેલું કોબી
- 1/2 કપ ગાજર
- 1/2 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
- 1/4 ચમચી મરી પાવડર
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી મીઠું
- 2 કપ મેંદો
ગ્રેવી બનાવવા માટે:
- 3 ચમચી તેલ
- 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
- 1/2 કપ સમારેલી ડુંગળી
- 1/2 કપ ઝીણું સમારેલું કેપસિકમ
- 1 મોટી ચમચી રેડ ચીલી સોસ
- 1 મોટી ચમચી ગ્રીન ચીલી સોસ
- 1 ચમચી સોયા સોસ
- મીઠું સ્વાદ અનુસાર
- પાણી જરુર મુજબ
- 2 ચમચી કોનૅફલોર ની સ્લરી
- તૈયાર કરેલા મંચુરિયન
- 3 ચમચી કોનૅફલોર
- લીલા ધાણા ગાનિઁશિંગ માટે.
- 1 ચમચી વિનેગર
સ્ટેપ:
- એક વાસણ માં છીણેલું કોબી લેવું , તેમાં મરી પાવડર, આદુ-લસણ ની પેસ્ટ,મીઠું, મરચું ઉમેરી ને હલાવવું.
- ત્યારબાદ તેમાં થોડો-થોડો મેંદા નો લોટ ઉમેરો જેથી નાના નાના બોલ્સ બનાવી શકાય એવું મિશ્રણ તૈયાર કરો. અને તેમાથી બોલ્સ બનાવવા.
- હવે એક કઢાઈ માં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે મિડિયમ ફલૅમ પર બધા બોલ્સ તળી લો.
- ગ્રેવી બનાવવા માટે એક કઢાઈ માં તેલ લઈ તેમાં 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ નાખી ફુલ ફલૅમ પર સાંતળવુ, તેમા ડુંગળી ઉમેરો, ત્યારબાદ કેપસિકમ નાખી ને સાંતળવુ.
- હવે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી ને હલાવવું, ત્યારબાદ પાણી નાખવું, થોડી પાતળી ગ્રેવી બનાવવી.
- હવે કોનૅફલોર ની સ્લરી થોડી ઉમેરો અને હલાવતા રહેવું, ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં વિનેગર નાખવું અને પછી મંચુરિયન ઉમેરી હલાવવું. બધા મંચુરિયન સરસ કૉટ થઇ જાય અને ઘટ્ટ થાય એટલે ફ્લેમ બંધ કરી દેવી.ગાનિઁશિંગ માટે લીલા ધાણા નાખો.
- હવે મંચુરિયન ને એક ડીશ માં કાઢીને સર્વ કરો.
ટીપ:
- સલાડ: કોબી અને ડુંગળી કાપીને તેમાં ચાટ મસાલો અને વિનેગર નાખી ને મિક્સ કરો. સલાડ સાથે મંચુરિયન ને સર્વ કરો.
Grill Cheese Sandwich Recipe in Gujarati
ગ્રીલ ચીઝ સેન્ડવિચ બનવાની એકદમ સહેલી રીત
સામગ્રી:
- સેન્ડવિચ બ્રેડ
- લીલી ચટણી
- આદુ, લસણ અને મરચા ની પેસ્ટ
- ચાટ મસાલો
- ટામેટા કેચપ
- બટર
- ૪ બાફેલા બટાકા
- લીલા ધાણા
- ધાણાજીરું પાવડર
- રાઈ
- હિંગ
- હળદળ
- ડુંગળી
- મીઠું (સ્વાદ અનુસાર)
- ચીઝ
સ્ટેપ:
એક વાસણ માં બાફેલા બટાકા મેસ કરી લેવા.
વઘાર કરવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં રાય અને હિંગ ને સાંતળો. રાય સાંતળ્યા પછી તેમાં આદુ લસણ અને મરચા ને વાટી ને કઢાઈ માં નાખો.
પછી તે વઘાર ને બાફેલા બટાકા માં નાખો.પછી તેમાં ડુંગળી અને લીલા ધાણા ને સમારીને નાખો.
પછી તેમાં હળદળ, ધાણાજીરું પાવડર, ચાટ મસાલો, મીઠું નાખી ને બરોબર મિક્સ કરો.
ત્યાર બાદ ૨ બ્રેડ સ્લાઈસ લો. ૧ બ્રેડ સ્લાઈસ માં લીલી ચટણી લગાવી તેના પર બટાકા નું તૈયાર કરેલું મિશ્રણ લગાવો અને બીજી બ્રેડ સ્લાઈસ પર ટામેટા કેચપ લગાવી મિશ્રણ લગાડેલી સ્લાઈસ પર ચીઝ સ્લાઈસ કે છીણેલું ચીઝ પાથરી ને તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી ને સેજ દબાવી દો.
ત્યાર બાદ તૈયાર કરેલ સેન્ડવીચ ને બંને સાઇડે બટર લગાવી ને ગ્રીલ મશીન માં ગ્રીલ કરવા મૂકો. ગ્રીલ થઈ ગયા બાદ કટ કરીને સર્વ કરો.
જાણો બહાર જેવી લીલી ચટણી કેવી રીતે બનાવવી.
સામગ્રીઃ
- મોળા ગાંઠિયા
- 100 ગ્રામ લીલા ધાણા
- 4 લીલા મરચા
- 1 ટુકડો આદુ
- 5 કળી લસણ
- 1 ચમચી ધાણાજીરુ પાઉડર
- થોડો ફુદીનો (સ્વાદ અનુસાર)
- અડધું લીંબુનો રસ
- 1/2 ચમચી હિંગ
- મીઠું (સ્વાદ અનુસાર)
- અડધો કપ પાણી