મનચાઉ સુપ રેસીપી | Manchow Soup Recipe | मनचाऊ सूप रेसिपी
સામગ્રી:
સૂપ સ્ટોક માટે:
- ૧૦૦ ગ્રામ કોબી
- ૨ ગાજર
- ૨ લીલા કાંદા
- ૫૦ ગ્રામ ફલાવર
સ્ટોક કરવાની રીત
૭ કપ પાણીમાં ઉપરના બધાં શાક નાખી ૧૦થી ૧૫ મિનિટ ઉકાળવું.
થોડી વાર રહીને શાક બધાં નીચે રહેવા દઈને ઉપરનું પાણી લઈ લેવું. સૂપ સ્ટોક તૈયાર છે.
સૂપ માટે સામગ્રી:
- ૬ કપ ઉપર તૈયાર કરેલો સ્ટોક
- ૧ ટામેટું બારીક સમારેલું
- ૫૦ ગ્રામ ફલાવર
- ૧ નાનું કેપ્સિકમ
- ૧ ગાજર,
- થોડો ફુદીનો,
- ૧૫ કળી લસણ,
- ૧ મોટો આદુનો ટુકડો
- ૨ ચમચા કોથમીર
- 3 ચમચા સયાસોસ
- ૨ ચમચા કૉર્નફલોર
- આજીનો મોટો,
- ૨ ચમચા તેલ
- મીઠું
(બધું જ શાક બારીક સમારવું.)
રીત:
એક વાસણમાં તેલ ગરમ કરવું. તેમાં લસણ, આદુ, ફુદીનો, કોથમીર તથા બધાં શાક નાખવા. પછી
આજીનો મોટો નાખી ૨થી ૩ મિનિટ ફાસ્ટ તાપે સાંતળવું ત્યાર બાદ તેમાં સ્ટોક નાખવો. પછી તેમાં
સોયાસોસ તથા મીઠું નાખવું.
કૉર્નફલોર ૧ કપ પાણીમાં ઓગાળી સૂપમાં નાખવું. થોડી વાર ઉકાળવું. ચીલીસોસ તથા સોયાસોસ અને ચીલી વિનેગર નિખી થોડી વાર ઉકાળવું, હવે સૂપમાં તૈયાર છે.
હવે સૂપ ને ગરમ ગરમ સર્વ કરો
0 Comentarios