Vegetable Manchurian Recipe in Gujarati

Veg Manchurian Recipe in Gujarati | Manchurian Recipe

veg manchurian

 

મંચુરિયન બોલ માટે સામગ્રી:

  • 1 કપ છીણેલું કોબી
  • 1/2 કપ ગાજર
  • 1/2 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
  • 1/4 ચમચી મરી પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી મીઠું
  • 2 કપ મેંદો

ગ્રેવી બનાવવા માટે:
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
  • 1/2 કપ સમારેલી ડુંગળી
  • 1/2 કપ ઝીણું સમારેલું કેપસિકમ
  • 1 મોટી ચમચી રેડ ચીલી સોસ 
  • 1 મોટી ચમચી ગ્રીન ચીલી સોસ 
  • 1 ચમચી સોયા સોસ
  • મીઠું સ્વાદ અનુસાર 
  • પાણી જરુર મુજબ 
  • 2 ચમચી કોનૅફલોર ની સ્લરી 
  • તૈયાર કરેલા મંચુરિયન
  • 3 ચમચી કોનૅફલોર
  • લીલા ધાણા ગાનિઁશિંગ માટે.
  • 1 ચમચી વિનેગર

સ્ટેપ:

  • એક વાસણ માં છીણેલું કોબી લેવું , તેમાં મરી પાવડર, આદુ-લસણ ની પેસ્ટ,મીઠું, મરચું ઉમેરી ને હલાવવું. 
  • ત્યારબાદ તેમાં થોડો-થોડો મેંદા નો લોટ ઉમેરો જેથી નાના નાના બોલ્સ બનાવી શકાય એવું મિશ્રણ તૈયાર કરો. અને તેમાથી બોલ્સ બનાવવા. 
  • હવે એક કઢાઈ માં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે મિડિયમ ફલૅમ પર બધા બોલ્સ તળી લો.
  • ગ્રેવી બનાવવા માટે એક કઢાઈ માં તેલ લઈ તેમાં 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ નાખી ફુલ ફલૅમ પર સાંતળવુ, તેમા ડુંગળી ઉમેરો, ત્યારબાદ કેપસિકમ નાખી ને સાંતળવુ. 
  • હવે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી ને હલાવવું, ત્યારબાદ પાણી નાખવું, થોડી પાતળી ગ્રેવી બનાવવી. 
  • હવે કોનૅફલોર ની સ્લરી થોડી ઉમેરો અને હલાવતા રહેવું, ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં વિનેગર નાખવું અને પછી મંચુરિયન ઉમેરી હલાવવું. બધા મંચુરિયન સરસ કૉટ થઇ જાય અને ઘટ્ટ થાય એટલે ફ્લેમ બંધ કરી દેવી.ગાનિઁશિંગ માટે લીલા ધાણા નાખો.
  • હવે મંચુરિયન ને એક ડીશ માં કાઢીને સર્વ કરો. 

ટીપ:
  • સલાડ: કોબી અને  ડુંગળી કાપીને તેમાં ચાટ મસાલો અને વિનેગર નાખી ને મિક્સ કરો. સલાડ સાથે મંચુરિયન ને સર્વ કરો. 


0 Comentarios